ગુજરાતમાં દસ વર્ષ અગાઉ, 2015ની ખરીફ એટલે કે ચોમાસાની ઋતુમાં 12.95 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું. તેના અગાઉનાં ત્રણ વર્ષમાં મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર 13.69 લાખ હેક્ટર રહ્યો હતો.
પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મગફળીના વાવેતર વિસ્તારમાં ઘણો વધારો થયો છે જયારે કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવાયો છે.
રાજ્ય સરકારના આંકડા અનુસાર 2022થી 2024ના ત્રણ વર્ષના ગાળામાં સરેરાશ 17.50 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું છે.
તેની સરખામણીએ આ વર્ષે વાવેતર વિસ્તારમાં લગભગ અઢી લાખ હેક્ટર એટલે કે લગભગ 15 ટકાનો વધારો થયો છે.
ગત વર્ષે 19.08 લાખ હેક્ટરમાં મગફળીનું વાવતેર નોંધાયું હતું તેની સામે રાજ્ય સરકારે 28 જુલાઈએ જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં 2025ની ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતોએ 20.11 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી દીધું છે અને આગામી થોડાં અઠવાડિયાંમાં આ આંકડો હજુ પણ ઊંચો જવાનું અનુમાન છે.
આમ, મગફળીનો વાવેતર વિસ્તાર ગયા વર્ષની સરખામણીએ એક લાખ હેક્ટર જેટલો વધી ગયો છે.
મગફળીનું વાવેતર કેમ વધી રહ્યું છે?
ઇમેજ સ્રોત, Main Oilseeds Research Station, JAU
ઇમેજ કૅપ્શન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રનું ભવન
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ભારત સરકાર સંચાલિત જૂનાગઢ ખાતે આવેલી ભારતીય મગફળી સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકો કહે છે કે મગફળીનો વાવેતર વિસ્તાર વધવા પાછળનાં મુખ્ય કારણોમાં તાજેતરનાં વર્ષોમાં મગફળીના વધેલ બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા લઘુતમ ટેકાના ભાવ, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની સરકાર દ્વારા થતી સીધી ખરીદી, કપાસમાં ઘટી રહેલા ઉત્પાદન અને મગફળીમાં વધારે ઉત્પાદન આપતી નવી જાતોના સંશોધન સામેલ છે.
ભારતની મુખ્ય કૃષિ સંબંધિત સંસ્થાઓએ તાજેતરનાં વર્ષોમાં વિકસાવેલી અને વાવવા માટે ભલામણ કરેલી એટલે કે રિલીઝ કરેલી મગફળીની કેટલીક જાતો બહુ લોકપ્રિય સાબિત થઈ છે.
તેમાં ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા 2020માં રિલીઝ કરેલી ગિરનાર-4 અને ગિરનાર-5, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2016-17માં રિલીઝ કરાયેલી ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ-32 (જેને ખેડૂતો સામાન્ય રીતે બીટી-32 તરીકે કે માત્ર 32-નંબર ઓળખે છે), 2020-21માં રિલીઝ કરાયેલ ગુજરાત ગ્રાઉન્ડન્ટ-23, 2023માં રિલીઝ કરેલ ગુજરાત ગ્રાઉન્ડન્ટ-39, આચાર્ય એન.જી. રંગા કૃષિ યુનિવર્સિટી દ્વારા 2020માં રિલીઝ કરાયેલ કદીરી-લેપાક્ષી વગેરેનો સમાવેશ થાય છે.
મગફળીની નવી જાતો શા માટે વિકસાવાય છે?
ઇમેજ સ્રોત, Gopal Kateshiya/BBC
ઇમેજ કૅપ્શન, રાજકોટના આટકોટ ગામે 19 જુલાઈ, 2025ના રોજ એક મગફળીના ખેતરમાં થઈ રહેલ આંતર ખેડનું કામ
ભારતીય મગફળી સંશોધન સંસ્થાના ડાયરેક્ટર ડૉ. સંદીપ કુમાર બેરા કહે છે કે મગફળીનું વતન દક્ષિણ અમેરિકા ખંડ છે અને તે દક્ષિણ આફ્રિકા ખંડના દેશો વાટે પ્રથમ દક્ષિણ ભારતમાં અને પછી ગુજરાતમાં પહોંચી છે. ગુજરાતમાં તેની ખેતી આશરે દોઢસો વર્ષથી થાય છે.
અત્યારે ગુજરાતમાં ગુજરાત ગ્રાઉન્ટનટ-20 (જેને ખેડૂતો સામાન્ય રીતે માત્ર 20-નંબર તરીકે પણ ઓળખે છે), 32 નંબર, 39 નંબર, 23 નંબર, ગિરનાર-4, કદીરી-લેપાક્ષી વગેરે લોકપ્રિય જાતો છે.
પરંતુ આ બધી જાતોના મૂળમાં કોઈ જંગલી મગફળી રહેલી છે.
મગફળીની કોઈ એક જાતનું મગફળીની અન્ય જાત સાથે સંકરણ કરીને એક ત્રીજા જ પ્રકારનો છોડ વિકસાવાય તો તે રીતે વિકસાવાયેલ છોડ એક નવી જાત બને છે.
કૃષિ વૈજ્ઞાનિકોનો પ્રયત્ન રહે છે કે પાકોની એવી જાતો વિકસાવવી જે વધારે ઉત્પાદન આપે, રોગ-જીવાત સામે ટકી રહે જેથી ખેતીનો ઉત્પાદન ખર્ચ ઘટે તેમ જ ઓછા વરસાદ કે પિયત મળે તો પણ પાક સફળ રહે.
વળી, કેટલાક કિસ્સાઓમાં કેટલીક સમસ્યાઓ જેમ કે ખારાશવાળી જમીન, વધારે રેતાળ જમીન, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિવાળા વિસ્તારો, તાપમાન વધારે ઊંચું કે નીચું રહેતું હોય તેવા વિસ્તારો, પિયત માટે વપરાતા ભૂગર્ભજળમાં ક્ષારનું ઊંચું પ્રમાણ વગેરે પણ ખેતી માટે પડકારરૂપ બને છે.
આવા પડકારોમાં પણ ખેતી સફળ અને ફાયદારૂપ રહે તે માટે વૈજ્ઞાનિકો આવા પડકારોમાં પણ સારું ઉત્પાદન આપે તે પ્રકારના પાકોની જાતો વિકસાવવા મથામણ કરતા રહે છે.
વળી, ખૂબ સફળ નીવડેલ જાતોની સમયાંતરે કોઈ રોગ-જીવાત સામે લડવાની ક્ષમતા ઘટે છે અને તેથી તે વાવવાથી ખેતી ખર્ચ વધે છે.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇમેજ કૅપ્શન, ભારતીય મગફળી સંશોધન સંસ્થાના એક ખેતરમાં ગિરનાર-4 મગફળીના ન્યુક્લિઅસ સીડ માટે તૈયાર કરવામાં આવેલ પ્લૉટ. મગફળીની નવી જાત વિકસાવ્યા બાદ વિકસાવનાર સંસ્થા પોતાની પાસે જે શુદ્ધ બિયારણ જાળવી રાખે છે તેને ન્યુક્લિઅસ સીડ કહે છે. તેમાંથી બ્રીડર, ફાઉન્ડર, સર્ટિફાઇડ અને ટ્રુથફૂલ બિયારણ બનાવાય છે. ખેડૂતોને વેચાતા બિયારણ સર્ટિફાઇડ અને ટ્રુથફૂલ હોય છે
ગુલાબી ઈયળ સામે બીટી કપાસની ઘટી રહેલ પ્રતિરોધકતા આનું એક ઉદાહરણ છે. આ માટે પણ નવી જાતો વિકસાવવી અનિવાર્ય છે.
તે ઉપરાંત, માણસોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ ગુણધર્મો ધરાવતી જાતો વિકસાવવાના પ્રયાસો પણ થતા રહે છે.
ઉદાહરણ તરીકે ખાદ્યતેલમાં ઓલિક એસિડ નામનું તત્ત્વ વધારે માત્રામાં વધારે હોય તો તેવું તેલ માનવ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.
આ બાબતને ધ્યાને રાખીને મગફળીની ગિરનાર-4 , ગિરનાર-5, ગુજરાત ગ્રાઉન્ડનટ-39 વગેરે જેવી જાતો વિકસાવાઈ છે.
મગફળીની નવી જાતો કઈ રીતે વિકસાવાય છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇમેજ કૅપ્શન, ડૉ. રાજેશ માદરિયા (જમણે) અન્ય સંશોધકો સાથે
પ્રાકૃતિક અવસ્થામાં ઊગતી મગફળીની વિવિધ મૂળ જાતો અન્ય જાતો વિકસાવવામાં માટે મુખ્ય મટીરિયલ એટલે કે સામગ્રી છે.
આવી જાતોના જનીનીક બંધારણને જર્મપ્લાઝ્મ એટલ કે જનનરસ કહેવાય છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના વડા ડૉ. રાજેશ માદરિયા કહે છે કે વિવિધ જર્મપ્લાઝ્મ્સનું સંયોજન કરીને વિવિધ જેનોટાઇપ્સ એટલે કે કોઈ ખાસ આનુવંશિક લક્ષણો ધરાવતા છોડના સમૂહો વિકસાવવામાં આવ્યા છે.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇમેજ કૅપ્શન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રમાં આવેલ મગફળી સંકરણ બ્લૉકમાં કામ કરી રહેલા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. ચિરાગ રાજાણી
ઉદાહરણ તરીકે અમુક સમૂહ ફૂગથી થતા પાનના ટપકાના રોગ સામે, તો કોઈ ગેરુના રોગ સામે તો કોઈ મૂળના કોહવાટના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. કોઈ મગફળીના વધારે પોપટા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે તો કોઈ વહેલી પાકતી કે મોડી પાકતી જાતો હોય છે.
તે જ રીતે કોઈ વધારે તેલની માત્ર ધરાવતા મગફળીના દાણા તો કોઈ વધારે ઓલિક એસિડની માત્રાવાળું તેલ હોય તેવા દાણા ઉત્પન્ન કરવાની ખાસિયત ધરાવે છે.
આ વિવિધ જેનોટાઇપ્સના સંયોજન કરીને મગફળીની નવી જાતો વિકસાવાય છે. ડૉ. રાજેશ માદરીયા જણાવે છે કે જૂનાગઢ યુનિવર્સિટી પાસે આશરે 1700 જેટલા જર્મપ્લાઝ્મ્સ છે.
નવી જાતો વિકસાવવા જેનોટાઇપ્સનું સંયોજન કઈ રીતે કરાય છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇમેજ કૅપ્શન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રમાં આવેલ મગફળી સંકરણ બ્લૉક
નવી જાત વિકસવાની શરૂઆત કેવા ગુણધર્મો ધરાવતી નવી જાત વિકસાવવી છે તે નક્કી થઈ ગયા પછી આવા ગુણધર્મો હયાત કઈ જાતોમાં છે તેની ઓળખ કરવાથી થાય છે.
આવા છોડની ઓળખ થઈ ગયા બાદ તેમના કેટલાક છોડને નર છોડ એટલે કે પિતા તરીકે અને કેટલાકને માદા એટલે કે માતા તરીકે નક્કી કરવામાં આવે છે.
આ નક્કી થઈ ગયા પછી હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ પ્રક્રિયા મુખ્ય છે. હાઇબ્રિડાઇઝેશન એટલે બે ખાસિયતો ધરાવતી બે અલગ અલગ જાતોનું સંકરણ કરી તે બંને ખાસિયતો એક જ છોડમાં આવે તેવા આશયથી કરાતુ સંયોજન.
મગફળી સહિત છોડની વિવિધ જાતોમાં આ પ્રક્રિયા પરાગનયનની પ્રક્રિયાથી કરવામાં આવે છે. વૃક્ષોમાં ભેટ કલમ, ટીસ્યુ કલચર વગેરે પદ્ધતિથી પણ આ પ્રક્રિયા કરી શકાય છે.
કપાસની હાઇબ્રિડ જાતો પણ કૃત્રિમ રીતે પરાગનયનની પ્રક્રિયા કરી વિકસાવાય છે.
કપાસ અને મગફળી બંનેના ફૂલોમાં પરાગરજ ઉત્પન્ન કરતા પુંકેસર અને પરાગરજ મળ્યા બાદ ફળ અને બીજ ઉત્પન્ન કરતા સ્ત્રીકેસર મુખ્ય ભાગો હોય છે.
પરાગનયનની પ્રક્રિયા જંતુઓ, કીટકો, પક્ષીઓ, પવન વગેરે માધ્યમોથી કુદરતી રીતે થાય છે. આવી પ્રક્રિયા મનુષ્યો કોઈ એક ફૂલને બીજા ફૂલ સાથે સંપર્કમાં લાવીને કૃત્રિમ રીતે પણ કરી શકે છે.
પરંતુ ડૉ. રાજેશ માદરિયા જણાવે છે કે મગફળીમાં આ પ્રક્રિયા થોડી વધારે જટિલ હોય છે.
તેઓ કહે છે કે, “મગફળી જાતે જ પરાગનયનની પ્રક્રિયા કરી લેતા છોડની પ્રજાતિ છે. તેના ફૂલમાં પુંકેસરમાંથી સ્ત્રીકેસર સુધી પરાગરજ પહોંચાડવા કોઈ બાહ્ય પરિબળની જરૂર નથી પડતી.
“પુંકેસરમાંથી પરાગરજ આપોઆપ જ સ્ત્રીકેસર પર ખરે છે અને તે રીતે પરાગનયનની પ્રક્રિયા થાય છે. તેથી, મગફળીની કોઈ એક જાતમાં અન્ય જાતિના ગુણધર્મો દાખલ કરવા માટે કૃત્રિમ પરાગનયન કરવું પડે છે.”
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રમાં જ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે કામ કરતા ડૉ. ચિરાગ રાજાણી જણાવે છે કે કૃત્રિમ પરાગનયન કરવા માટે ફૂલ જયારે કળી અવસ્થામાં હોય ત્યારે જ કામ ચાલુ કરી દેવું પડે છે.
ડૉ. રાજાણી કહે છે, ” મગફળી જાતે જ પરાગનયન કરી લેતો છોડ હોવાથી તેના ફૂલમાં આવેલા સ્ત્રીકેસર અને પુંકેસર પાંદડીઓથી ઢંકાયેલો જ રહે છે. તેથી, માતા તરીકે પસંદ કરેલ મગફળીનો છોડ કુદરતી રીતે જાતે જ પરાગનયનની પ્રક્રિયા કરી લે તે પહેલાં ફૂલ જયારે કળી અવસ્થામાં હોય ત્યારે તેને ખોલી તેમાંથી પુંકેસર દૂર કરવું પડે છે.”
“આ એક પ્રકારનું ખસીકરણ છે. પુંકેસર દૂર કર્યા પછી કળીને પાછી બીડી દેવામાં આવે છે. બીજે દિવસે સવારે પિતા તરીકે પસંદ કરાયેલ છોડમાંથી પરાગરજ લાવી માતા તરીકે પસંદ કરાયેલ છોડની કળી ખીલે ત્યારે તે ફૂલમાં સ્ત્રીકેસર સાથે સ્પર્શ કરાવી તે રીતે કૃત્રિમ પરાગનયન કરાવવું પડે છે.”
નવી જાત વિકસાવતા કેટલો સમય લાગે છે?
ઇમેજ સ્રોત, Main Oilseeds Research Station, JAU
ઇમેજ કૅપ્શન, મગફળીની વિવિધ જાતોનાં ફૂલ
કૃત્રિમ પરાગનયન દ્વારા હાઇબ્રિડાઇઝેશન કર્યા બાદ તેવા છોડમાંથી જે દાણા મળે તેને F -1 જનરેશન એટલે કે પ્રથમ પેઢી કહેવાય છે. F-1 તૈયાર થઈ ગયા પછી આગળના સંશોધન માટે F -1ના દાણામાંથી છોડ ઉગાડવામાં આવે છે જેને F-2 જનરેશન એટલે કે દ્વિતીય પેઢી કહેવાય છે.
ત્યાર પછી F-2 ના દાણામાંથી ઉગાડેલ છોડમાંથી સારા છોડ પસંદ કરવાની પેડિગ્રી સિલેકશન પદ્ધતિ દ્વારા અથવા ઉગાડેલ છોડમાંથી દરેક છોડનો એક-એક દાણો લઈ આગળનું સંશોધન કરવા માટેની સિંગલ સીડ ડિસેન્ટ (એક બીજના વારસો) તરીકે ઓળખાતી પદ્ધતિ અપનાવાય છે.
આ રીતે F-5, F-6 કે F-7 સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા અપેક્ષિત ગુણધર્મોવાળી જાતના છોડ વિકસાવવામાં સફળતા મળી છે કે નહીં તેની ખબર પડે છે.
સંશોધનના આ તબક્કે પહોંચતા પાંચથી છ વર્ષ લાગી જાય છે.
જો સંશોધકો એવાં તારણ પર આવે કે અપેક્ષિત જાત વિકસાવવામાં પ્રાથમિક રીતે સફળતા મળી છે તો આવી નવી જાતનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ મૂલ્યાંકન જે-તે સંશોધનકર્તા સંસ્થા પોતાના જ ખેતરમાં કરે છે અને તેમાં રોગ સામે ટકી રહેવાની ક્ષમતા, વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા વગેરે મપાય છે. આ ઉપરાંત નવી વિકસાવાઈ રહેલ જાત વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તેનું પણ આ તબ્બકે મૂલ્યાંકન થાય છે.
આવા મૂલ્યાંકન માટે જે તે વિસ્તારની ભલામણ કરેલી વધુ ઉત્પાદન આપતી જાતોને અંકુશ જાતો તરીકે લેવાય છે.
નવી વિકસાવાઈ રહેલી જાતનું ઉત્પાદન અંકુશ જાતોથી ઓછામાં ઓછું 10 ટકા વધારે મળે તો તેના પર આગળનું સંશોધન ચાલુ રખાય છે.
ઇમેજ સ્રોત, Main Oilseeds Research Station, JAU
ઇમેજ કૅપ્શન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નવી વિક્સાવાયેલ જાતોના બીજનું ઉત્પાદન કરવા માટેના પ્લૉટની 2021માં લેવાયેલ તસ્વીર
જો પ્રાથમિક મૂલ્યાંકન સફળ રહે તો બીજા વર્ષે તેનું નાના પાયે મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ મૂલ્યાંકનમાં નવી જાતનું જે તે રાજ્યનાં ચારથી પાંચ સંશોધન કેન્દ્રોમાં વાવીને કરાય છે.
જો તેમાં પણ સફળતા મળે તો પછી તેને નવ-દસ કેન્દ્રોમાં વાવીને ઓછામાં ઓછું બે વર્ષ સુધી મોટા પાયે મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ દરમિયાન સંશોધનકર્તા સંસ્થા તે જે નવી જાત વિકસાવવાની કોશિશ કરી રહી છે તેનું સીડ-મલ્ટીપ્લિકેશન એટલે કે વધારે ને વધારે બીજ ઉત્પન્ન કરવાનું ચાલુ રાખે છે જેથી તેને આગળના મૂલ્યાંકન માટે વિવિધ સંશોધન કેન્દ્રોને મોકલી શકાય.
મોટા પાયે મૂલ્યાંકન ચાલુ હોય તે દરમિયાન જ આ મગફળીનું દેશના અમુક સંશોધન કેન્દ્રોમાં વાવેતર કરવામાં આવે છે અને તે કેવું ઉત્પાદન વગેરે આપે છે તે ચકાસાય છે. ત્યાર બાદ એડવાન્સ વેરાયટલ ટ્રાયલ-1 અને ઍડવાન્સ વેરાયટલ ટ્રાયલ-2 હાથ ધરાય છે જેમાં નવી જાતનું દેશના જુદા જુદા વિસ્તારનાં સંશોધન કેન્દ્રોમાં વાવીને તેનું પર્ફોર્મન્સ કેવું છે તેનો તાગ મેળવાય છે.
આ તબક્કે પહોંચતા બાર થી તેર વર્ષ નીકળી જાય છે.
જો આ ટ્રાયલ પણ સફળ રહે તો છેવટે નવી જાતને વ્યાપારિક ધોરણે વાવેતર માટે રિલીઝ કરાય છે એટલે કે વાવેતર માટે ભલામણ કરાય છે. આમ, મગફળીની જાત વિકસાવતા દસથી તેર વર્ષ જેટલો સમય લાગે છે.
1206માં જ્યારે ચંગીઝ ખાનની સેના મધ્ય એશિયાના ઘાસનાં મેદાનોને ઘોડાઓની નાળ નીચે કચડી રહી હતી ત્યારે દિલ્હી સલ્તનતના શાસક શમસુદ્દીન ઇલ્તુત્મિશને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જે પાછળથી રઝિયા બિન્ત ઇલ્તુત્મિશ કહેવાયાં.
દિલ્હીમાં કુતુબમિનારનું બાંધકામ કુતુબદ્દીન ઐબકે શરૂ કર્યું હતું, પરંતુ તેને પૂર્ણ રઝિયાના પિતા સુલતાન ઇલ્તુત્મિશે કર્યું હતું.
મિન્હાજુસ સિરાજ જુજ્જાનીએ તેમના પુસ્તક ‘તબકત-એ-નાસીરી’માં લખ્યું છે, “એવું માનવામાં આવે છે કે દિલ્હી પર શાસન કરનારાઓમાં ઇલ્તુત્મિશ કરતાં વધુ ઉદાર, વિદ્વાનો અને વડીલોનો આદર કરનાર સુલતાન બીજો કોઈ નહોતો.”
ચૌદમી સદીમાં મોરોક્કોથી ભારત આવેલા પ્રવાસી ઇબ્ન બતુતાએ પણ તેમના પુસ્તક ‘રેહલા’માં લખ્યું છે કે, “દબાયેલા કચડાયેલા લોકોને ન્યાય અપાવવામાં અને તેમની સાથે થયેલા અન્યાયને દૂર કરવામાં ઇલ્તુત્મિશનો કોઈ મુકાબલો નહોતો.”
“તેમણે પોતાના મહેલની બહાર એક મોટો ઘંટ લગાવ્યો હતો. લોકો પોતાની પરેશાની બાબતે સુલતાનનું ધ્યાન ખેંચવા માટે તેને વગાડી શકતા હતા. ઘંટનો અવાજ સાંભળીને સુલતાન તેમની ફરિયાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતા.”
રઝિયા ઉત્તરાધિકારી બન્યાં
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રઝિયાના પિતા ઇલ્તુત્મિશને વિદ્વાનો અને વડીલોનો આદર કરનાર સુલતાન માનવામાં આવતા
જ્યારે ઇલ્તુત્મિશ વૃદ્ધ થવા લાગ્યા ત્યારે તેમના દરબારીઓએ તેમને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરવા વિનંતી કરી. જેથી તેમના મૃત્યુ પછી તેમના વારસદારો વચ્ચે કોઈ યુદ્ધ ન થાય. ત્યાર બાદ ઇલ્તુત્મિશે પોતાનાં મોટાં પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યાં.
તે સમયના ઇતિહાસકાર સિરાજ જુઝજાની લખે છે, “સુલતાને રઝિયાને છોકરી હોવા છતાં પોતાની વારસદાર જાહેર કરી હતી અને તે પણ લેખિતમાં. જ્યારે તેના દરબારીઓ આ નિર્ણયને પચાવી શક્યા નહીં, ત્યારે ઇલ્તુત્મિશે તેમને કહ્યું, ‘મારા બધા પુત્રો તેમની યુવાનીનો આનંદ માણવામાં વ્યસ્ત છે. તેમાંથી એક પણ રાજા બનવા માટે સક્ષમ નથી. મારા મૃત્યુ પછી તમે જોશો કે દેશનું નેતૃત્વ કરવા માટે મારી પુત્રી કરતાં વધુ સક્ષમ કોઈ નહીં હોય’.”
સુલતાને રઝિયાને પસંદ કરવા માટે ફક્ત લાગણીઓ પર આધાર રાખ્યો ન હતો. રઝિયામાં શાસન કરવાની ક્ષમતા હતી. જ્યારે પણ ઇલ્તુત્મિશ તેમના લશ્કરી અભિયાનો દરમિયાન તેમને વહીવટી જવાબદારીઓ સોંપતા, ત્યારે તેમણે તે જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. એમાં કોઈ શંકા નથી કે ઇલ્તુત્મિશની પસંદગી પરંપરા અનુસાર નહોતી.
જોકે આરબ ઇતિહાસમાં મહિલાઓએ રાજકારણમાં ભાગ લીધો હોવાનાં કેટલાંક ઉદાહરણો છે. તેમણે કેટલીક લશ્કરી ઝુંબેશમાં પણ ભાગ લીધો હતો, પરંતુ તે સમયના સમાજમાં સ્ત્રીઓ સામાન્ય રીતે પડદા પાછળથી રાજકારણમાં ભાગ લેતી હતી. તેમનું સિંહાસન પર બેસવું આશ્ચર્યજનક માનવામાં આવતું હતું.
ફિરોઝને દિલ્હીનો સુલતાન બનાવવામાં આવ્યા
ઇમેજ સ્રોત, SPECTRUMOFTHOUGHTS
ઇમેજ કૅપ્શન, રઝિયાએ જાહેર કર્યું કે મને થોડાં વર્ષો માટે તાજ આપો અને મારી ક્ષમતાઓની કસોટી કરો
ઇલ્તુત્મિશના મૃત્યુ પછી તેમના લેખિત આદેશો છતાં દરબારીઓએ તેમની છેલ્લી ઇચ્છાનું પાલન કરવાનો ઇનકાર કર્યો, કારણ કે તેઓ કોઈ સ્ત્રી હેઠળ કામ કરવા તૈયાર ન હતા.
તેમણે ઇલ્તુત્મિશના સૌથી મોટા હયાત પુત્ર રુકનુદ્દીન ફિરોઝને દિલ્હીની ગાદી પર બેસાડ્યા. પ્રખ્યાત ઇતિહાસકાર અબ્રાહમ ઇરાલી તેમના પુસ્તક ‘ધ એજ ઑફ રોથ’ માં લખે છે, “વિડંબના એ છે કે ફિરોઝને ગાદી પર બેસાડ્યા બાદ પણ ઇલ્તુત્મિશના દરબારીઓને એક મહિલાના શાસનનો સામનો કરવો પડ્યો. એ મહિલા એક ચાલાક અને બદલો લેનારી હતી. ફિરોઝને સરકાર ચલાવવામાં કોઈ રસ નહોતો તેથી તેણે બધી જવાબદારીઓ તેની માતા શાહ તુર્કન પર છોડી દીધી હતી.”
ફિરોઝ એક અનિર્ણાયક શાસક સાબિત થયા. સિરાજે લખ્યું, “ફિરોઝ ચોક્કસપણે ઉદાર અને દયાળુ હતો. પરંતુ તે વ્યભિચાર, દારૂ અને મોજમસ્તીનો એટલો વ્યસની હતો કે તેને રાજ્યના કામકાજમાં કોઈ રસ નહોતો. તે નશામાં હાથી પર સવારી કરતો અને શેરીઓ અને બજારોમાંથી પસાર થતો અને મુઠ્ઠીભર સોનાના સિક્કા દાન કરતો જે તેની આસપાસ ફરતા લોકો લૂંટી લેતા.”
ફિરોઝની હત્યા
ઇમેજ સ્રોત, SANGE MEEL PUBLICATION
ફિરોઝના શાસનકાળ દરમિયાન તેમનાં માતા શાહ તુર્કને હરમમાં તેમની જૂની અદાવતોનો હિસાબ બરાબર કર્યો.
તેમણે પહેલા ફિરોઝના એક સાવકા ભાઈને આંધળો કરાવ્યો અને પછી તેને મારી નંખાવ્યો. તેમણે ફિરોઝની સાવકી બહેન રઝિયાને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો.
આ ઘટનાનાં સો વર્ષ પછી સિરાજે લખ્યું, “કુશાસનના આ વાતાવરણમાં ઘણા સુબાના અનેક ગર્વનરોએ ફિરોઝ સામે બળવો કર્યો. જ્યારે ફિરોઝે તેમના બળવાને દબાવવા માટે દિલ્હી છોડ્યું ત્યારે રઝિયાએ તકનો લાભ લીધો અને દિલ્હીની જનભાવનાઓને પોતાના પક્ષમાં કરી.”
“લોકોએ મહેલ પર હુમલો કર્યો અને રુકનુદ્દીનની માતા શાહ તુર્કનની ધરપકડ કરી. જ્યારે ફિરોઝ દિલ્હી પાછો ફર્યો ત્યારે તેની ધરપકડ કરાઈ અને તેની હત્યા કરવામાં આવી. ફિરોઝે માંડ સાત મહિના દિલ્હી પર શાસન કર્યું હતું.”
રઝિયા દિલ્હીનાં સુલતાન બન્યાં
ઇમેજ કૅપ્શન, રઝિયાનું દિલ્હીના સિંહાસન પર આરોહણ ઘણા પ્રાંતીય ગવર્નરોને ગમ્યું નહોતું
14મી સદીના ઇતિહાસકાર અબ્દુલ મલિક ઇસામીના જણાવ્યા મુજબ, જ્યારે ફિરોઝને ઉથલાવી દેવામાં આવ્યો અને દરબારીઓ સુલતાન કોને બનાવવો તે અંગે વિચારણા કરવા લાગ્યા, ત્યારે રઝિયાએ બારીમાંથી પોતાનો દુપટ્ટો લહેરાવ્યો અને જાહેર કર્યું, “હું સુલતાનની પુત્રી છું. તેમણે મને તેમના વારસદાર તરીકે પસંદ કરી હતી. તમે સુલતાનના આદેશનો અનાદર કર્યો છે અને મુગટ બીજા કોઈના માથા પર મૂક્યો હતો, જેના કારણે તમે આ સ્થિતિમાં આવી ગયા છો.”
“મને થોડાં વર્ષો માટે તાજ આપો અને મારી ક્ષમતાઓની કસોટી કરો. જો હું સારી શાસક સાબિત થાઉં તો મને ગાદી પર રહેવા દેજો. જો હું તમારી અપેક્ષાઓ પર ખરી ન ઊતરી શકું તો ગાદી બીજા કોઈને સોંપી દેજો.”
આ રીતે રઝિયા નવેમ્બર 1236માં દિલ્હીની ગાદી પર બેઠાં.
દરબારીઓ રઝિયાને સમજવામાં ભૂલ કરી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રઝિયાનું સુલતાન બનવું એ મધ્યયુગીન ભારતમાં મુસ્લિમ મહિલા માટે એક અનોખી બાબત હતી
રઝિયા કેવાં દેખાતાં હતાં તે વિશે ખૂબ ઓછી માહિતી છે. તે ચોક્કસપણે તેમના શાહી મહેલમાં સીડીઓ પર લાંબી બાંયનો કુર્તો અને ઢીલી સલવાર પહેરેલાં દેખાયાં હતાં.
ઇતિહાસકાર ઇરા મુખોટી તેમના પુસ્તક ‘હીરોઇન્સ, પાવરફુલ ઇન્ડિયન વુમન ઑફ મિથ ઍન્ડ હિસ્ટ્રી’માં લખે છે, “તે સમયનાં જીવનચરિત્રકારો પુરુષોનું પણ વિગતવાર વર્ણન કરતા ન હતા. જ્યાં સુધી સ્ત્રીઓના વર્ણનની વાત છે તેઓ મોટે ભાગે ચૂપ રહેતા અથવા તો ઘણી બધી બાબતો છુપાવી દેતા. તેમ છતાં આપણે જાણીએ છીએ કે રઝિયા તુર્કી મૂળની હતી અને ઘાસનાં મેદાનોમાં રહેતા લોકોની જેમ તેના ગાલના હાડકાં ઉપસેલાં હતાં અને તેની આંખો બદામ આકારની હતી.”
“જ્યારે ઇલ્તુત્મિશના દરબારના ગુલામોએ રઝિયાને સુલતાન બનાવી ત્યારે તેઓ અપેક્ષા રાખતા હતા કે તે તેમનું કહેલું માનશે અને ઇલ્તુત્મિશના શાસનકાળ દરમિયાન તેમનો જે પ્રભાવ હતો તે બની રહેશે. આવનારા દિવસોમાં રઝિયાના વર્તનથી સાબિત થયું કે તેઓએ રઝિયાને સમજવામાં ભૂલ કરી હતી.”
રઝિયા પડદો છોડી દે છે
ઇમેજ સ્રોત, ALEPHBOOK
રઝિયાનું દિલ્હીના સિંહાસન પર આરોહણ ઘણા પ્રાંતીય ગવર્નરોને ગમ્યું નહીં. તેમણે પોતાની સેના સાથે દિલ્હી પર કૂચ કરી, પરંતુ રઝિયાએ રાજ્યપાલો વચ્ચેના વિભાજનનો પૂરો લાભ લીધો. આ લોકો રઝિયાને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેમના બળવાને કચડી નાખવામાં આવ્યો.
અબ્રાહમ ઇરાલી લખે છે, “જે રીતે રઝિયાએ આ બળવાનો સામનો કર્યો તેના નેતૃત્વ પર શંકા રાખનારા દરબારીઓ પણ તેના પ્રશંસક બન્યા. તેમણે રઝિયાને ટેકો આપવાનું નક્કી કર્યું. આ પછી રઝિયાએ હરમમાં રહેતી સ્ત્રીઓ પર લાદવામાં આવેલાં તમામ નિયંત્રણો તોડી નાંખવાનો નિર્ણય કર્યો.”
ઇબ્ને બતુતાએ એમ પણ લખ્યું છે કે, “તેણે પોતાનાં પરંપરાગત કપડાં અને બુરખો છોડી દીધાં અને કમીઝ અને ટોપી પહેરીને જાહેરમાં દેખાવા લાગી. જ્યારે તે હાથી પર રાજમહેલની બહાર આવતી ત્યારે આખી જનતાએ તેનો વેશ જોયો. ક્યારેક તે સૈનિકોથી ઘેરાયેલા માણસોની જેમ ધનુષ્ય અને તીર લઈને ઘોડા પર પણ આવતી અને તે ચહેરા પર કોઈ નકાબ રાખતી નહીં.”
સિક્કાઓ પર રઝિયા સુલતાનનું નામ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, સમય જતાં રઝિયા એટલાં આત્મવિશ્વાસુ બની ગયાં કે તેમણે ફક્ત પોતાના નામે સિક્કા બનાવવાનું શરૂ કર્યું
રઝિયા માત્ર એક સારાં વહીવટકાર જ નહીં, પરંતુ લશ્કરી વ્યૂહરચનાકાર તરીકે પણ તેમની પ્રશંસા થઈ. તેમણે આગળ આવીને પોતાની સેનાનું નેતૃત્વ કર્યું.
જ્યારે સિરાજ જુઝજાનીએ ઇલ્તુત્મિશ વંશનો ઇતિહાસ લખ્યો, ત્યારે તેમણે રઝિયા માટે ‘લંગરકાશ’ શબ્દનો ઉપયોગ કરીને તેમને ખૂબ માન આપ્યું. આ શબ્દનો અર્થ છે – જે યુદ્ધમાં સેનાનું નેતૃત્વ કરે છે.
તેઓ એક ન્યાયી સુલતાન સાબિત થયાં જે પ્રજામાં પ્રિય હતાં. તેમનું સુલતાન બનવું એ મધ્યયુગીન ભારતમાં મુસ્લિમ મહિલા માટે એક અનોખી બાબત હતી.
ઇમેજ સ્રોત, ORIENTAL INSTITUTE
ઇલ્તુત્મિશના સમયમાં ચાંદીના સિક્કા ચલણમાં હતા જેના પર તેમનું નામ કોતરેલું હતું. રઝિયાએ સૌપ્રથમ આ સિક્કાઓ પર પોતાના પિતાના નામ સાથે પોતાનું નામ લખવાનું શરૂ કર્યું. તેમાં ઇલ્તુત્મિશને ‘સુલતાન-એ-આઝમ’ અને રઝિયાને ‘સુલતાન-એ-મુઅઝ્ઝમ’ કહેવામાં આવતી હતી.
સમય જતાં રઝિયા એટલાં આત્મવિશ્વાસુ બની ગયાં કે તેમણે ફક્ત પોતાના નામે સિક્કા બનાવવાનું શરૂ કર્યું.
ઇતિહાસકાર એલિસા ગેબેએ તેમના પુસ્તક મેડિવિયસ ઍન્ડ અર્લી મૉડર્ન ઇસ્લામમાં લખે છે, “સિક્કાઓ પર રઝિયાના નામની આગળ ‘સુલતાન’ શબ્દ લખાયેલો હતો. તેણે ક્યારેય પોતાના માટે ‘સુલતાના’ શીર્ષકનો ઉપયોગ કર્યો ન હતો. તે એવા સમયે સુલતાન બની હતી જ્યારે યુરોપમાં મહિલાઓ તેમના ઘરની સીમાઓ છોડીને બહાર નીકળવાનું વિચારી પણ શકતી ન હતી.”
યાકુત સાથેની નિકટતા
ઇમેજ સ્રોત, PENGUIN RANDOM HOUSE
દિલ્હી સલ્તનતના રૂઢિચુસ્ત ઇસ્લામિક દરબારીઓને રઝિયાનું ખુલ્લું વ્યક્તિત્વ ગમ્યું નહીં અને તેઓએ તેમને હઠાવવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું.
સુલતાન તરીકે રઝિયાના વ્યક્તિત્વનો મોટો ભાગ બહારની દુનિયા સમક્ષ પોતાને એક પુરુષ તરીકે રજૂ કરવાનો હતો.
અબ્રાહમ ઇરાલી લખે છે, “તે બીજાને બતાવી શકતી હતી કે તે પુરુષોથી ઓછી નથી, પણ પોતાને નહીં. પુરુષ સાથેના સાહચર્યની ઇચ્છા તેના પતન તરફ દોરી ગઈ. વધુમાં તેણે બહારના લોકોને પોતાની નજીક લાવવાની જે રીત શરૂ કરી તે પણ તેના દરબારીઓને ગમ્યું નહીં.”
“આમાંથી એક અબિસિનિયન મૂળનો જલાલુદ્દીન યાકુત હતો. રઝિયાએ યાકુતને અમીર-એ-અકબરનું પદ આપ્યું જે તેના તુર્કી દરબારીઓને બિલકુલ ગમ્યું નહીં. તેમને શંકા હતી કે તેને યાકુત સાથે પ્રેમસંબંધ છે. તેઓએ રઝિયાને ગાદી પરથી દૂર કરવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું.”
પંજાબમાં બળવો
રઝિયા સામે બળવો કરનાર પ્રથમ વ્યક્તિ કબીર ખાન હતા. તેમને પોતાના પક્ષમાં લાવવા રઝિયાએ તેમને લાહોરના ગવર્નર તરીકે નિયુક્ત કરી દીધા, પરંતુ જ્યારે રઝિયાનો પ્રભાવ વધવા લાગ્યો ત્યારે તેમણે દિલ્હીથી 500 કિલોમીટર દૂર લાહોરમાં બળવો કર્યો.
1239માં રઝિયા આ બળવાને કચડી નાખવા માટે એક મોટી સેના સાથે નીકળી પડ્યાં. ચિનાબ નદીના કિનારે રઝિયાનો સામનો કબીર ખાનની સેના સાથે થયો. કબીર ખાન રઝિયાની સેનાનો સામનો કરી શક્યો નહીં અને તેમને હાર સ્વીકારવી પડી.
પરંતુ જ્યારે તેઓ કબીર ખાનના બળવાને દબાવવા માટે દક્ષિણ પંજાબમાં હતાં ત્યારે દિલ્હીમાં તેમના દરબારીઓ પ્રવૃત્ત થઈ ગયા. તેમણે દિલ્હીમાં રઝિયાના નજીકના સાથી યાકુતની હત્યા કરી. રઝિયાની ભટિંડામાં તેમના નજીકના સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી.
તે પછી રઝિયાના સાવકા ભાઈ મોઇઝુદ્દીન બહરામ શાહને દિલ્હીનો સુલતાન બનાવાયા, પરંતુ રઝિયા હજુ સંપૂર્ણપણે ખતમ થયાં ન હતાં.
રઝિયાએ ભટિંડાના ગવર્નર અલ્તુનિયાને જેમણે તેમની ધરપકડ કરી હતી તેમને ઉચ્ચ પદની લાલચ આપીને પોતાની સાથે જોડ્યા. એટલું જ નહીં તેમણે તેમની સાથે લગ્ન કર્યાં. બંને સૈન્ય સાથે દિલ્હી તરફ આગળ વધ્યાં, પણ અહીં નસીબે તેમનો સાથ ન આપ્યો. દિલ્હી સલ્તનતની સેનાએ તેમને હરાવ્યા.
ઇસામીએ લખ્યું રઝિયા સાથે એક પણ ઘોડેસવાર રહ્યો નહીં. તેઓ અને અલ્તુનિયા યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયાં અને સ્થાનિક લોકોએ તેમને પકડી લીધાં.
રઝિયા સુલતાનનો અંત કેવો હતો?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રઝિયાએ દિલ્હીની સલ્તનત પર ત્રણ વર્ષ અને છ દિવસ શાસન કર્યું. તેમને યમુના કિનારે દફનાવાયાં હતાં
ત્યાર બાદ રઝિયાનું શું થયું તે અંગે ઇતિહાસકારો એકમત નથી.
સિરાજના મતે રઝિયા અને અલ્તુનિયાની ધરપકડ થતાં જ તેમની હત્યા કરાઈ હતી. અન્ય એક ઇતિહાસકાર યાહ્યા સરહિંદીના મતે બંનેને સાંકળોમાં બાંધીને સુલતાન સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી.
પરંતુ ઇબ્ને બતુતા કહે છે કે કૈથલમાં એક ખેડૂતે રઝિયાના ઘરેણાં ચોરવા માટે તેમની હત્યા કરી હતી.
રઝિયાએ દિલ્હીની સલ્તનત પર ત્રણ વર્ષ અને છ દિવસ શાસન કર્યું. તેમને યમુના કિનારે દફનાવાયાં હતાં અને તેમની યાદમાં એક નાનો મકબરો બનાવાયો હતો. જે આજે પણ દિલ્હીમાં તુર્કમાન ગેટ પાસે અસ્તિત્વમાં છે.
સિરાજ જુઝજાનીએ લખ્યું, “રઝિયા સુલતાન એક મહાન સમ્રાટ હતી. તે એક શાણી, ન્યાયી અને ઉદાર શાસક હતી, જેણે તેના લોકોનાં કલ્યાણ માટે ઘણું કર્યું. તેનામાં એક સારા રાજામાં હોવા જોઈએ તેવા બધા ગુણો હતા. તેનો એકમાત્ર દોષ એ હતો કે તે પુરુષ નહોતી. તેથી તેના આ ગુણોનું પુરુષોની નજરમાં કોઈ મૂલ્ય નહોતું.”
ઇમેજ કૅપ્શન, હેલ્થ ઇન્સ્યોરન્સ ઘણો મોંઘો થવાના કારણે ઘણા લોકો પોતાની પૉલિસી રિન્યૂ કરી શકતા નથી
નાણાકીય આયોજનમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે આરોગ્ય વીમાને એક મહત્ત્વનું સુરક્ષાકવચ માનવામાં આવે છે. મેડિકલ સારવારનો ખર્ચ સતત વધતો જાય છે, જેના કારણે હેલ્થ ઇન્સ્યોરન્સનું મહત્ત્વ વધી ગયું છે.
પરંતુ તાજેતરના સમયમાં એ વાતની ચિંતા છે કે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેના કારણે ઘણા લોકો માટે પૉલિસી રિન્યૂ કરવાનું મુશ્કેલ બનતું જાય છે.
સિનિયર સિટીઝનના મામલે પ્રીમિયમમાં ખાસ વધારો થતો જોવા મળ્યો છે.
હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેમ વધતું જાય છે અને તેનું પ્રીમિયમ ઘટાડવા માટે શું કરી શકાય?
ગયા વર્ષે ઘણા મામલામાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ 15 ટકાથી વધારે વધ્યું છે.
પ્રીમિયમમાં વધારાની ફરિયાદોના કારણે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDIAએ જાન્યુઆરીમાં સૂચના આપવી પડી હતી કે વીમા કંપનીઓ 60 વર્ષ અથવા વધારે ઉંમરના પૉલિસી હોલ્ડરો માટે પ્રીમિયમમાં વર્ષે 10 ટકા કરતા વધુ વધારો ન કરે.
વીમા કંપનીઓ દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં વધારા માટે મેડિકલ સેક્ટરની વધતી મોંઘવારીને કારણભૂત ગણાવવામાં આવે છે.
તેમનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હૉસ્પિટલના ખર્ચ, દવાઓની કિંમત અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટના ખર્ચમાં મોટો વધારો થયો છે.
તેના કારણે વીમા કંપનીઓએ ક્લૅમ માટે વધારે નાણાં ખર્ચ કરવા પડી રહ્યા છે. અને પ્રીમિયમ પણ વધી ગયું છે. આ ઉપરાંત ઉંમર વધવાની સાથે હેલ્થ રિસ્ક વધે છે, તેથી પ્રીમિયમનો દર વધે છે.
ક્લૅમ રેશિયોમાં થયેલો વધારો એ આરોગ્ય વીમાનું પ્રીમિયમ વધવા પાછળ એક મોટું કારણ છે. વીમા કંપનીઓનો દાવો છે કે તેમને પ્રીમિયમ તરીકે જે રકમ મળે છે, તેના કરતાં ઘણા વધારે ક્લૅમ આવી રહ્યા છે.
ક્લૅમની રકમ જ્યારે પ્રીમિયમ કરતા વધી જાય, ત્યારે કંપનીઓએ પોતાના ખર્ચને પહોંચી વળવા માટે પ્રીમિયમ વધારવું પડે છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અચાનક મોટો મેડિકલ ખર્ચ આવી જાય અને તમારી પાસે ઈન્સ્યૉરન્સ ન હોય તો બધી બચત ધોવાઈ શકે છે
જોકે, નિષ્ણાતો કહે છે કે અમુક ચોક્કસ રસ્તા અપનાવીને પ્રીમિયમમાં મોટા પાયે ઘટાડો કરી શકાય છે.
શક્ય એટલી નાની ઉંમરે પૉલિસી ખરીદો. તમને યુવાન અને તંદુરસ્ત હશો તો પ્રીમિયમ પણ એટલું જ ઓછું આવશે. તેથી નાની ઉંમરે પૉલિસી ખરીદવી સલાહભર્યું છે.
ફેમિલી ફ્લોટર પ્લાન પસંદ કરવાથી વધતા પ્રીમિયમની અસરને ઘટાડી શકાય છે.
કેટલાક નિષ્ણાતો માને છે કે ફેમિલી ફ્લોટરમાં નાની ઉંમરનાં બાળકોને રાખવાં જોઈએ. વૃદ્ધ માતાપિતા માટે વ્યક્તિગત પૉલિસી ખરીદવી જ વધુ યોગ્ય છે.
આ ઉપરાંત ટૉપ-અપ પ્લાન પણ પ્રીમિયમ ઘટાડવાનો બહુ સારો ઉપાય છે. તમે એક કરોડ રૂપિયાની બેઝ પૉલિસી લેવાનું વિચારો તેના કરતા 10 લાખ રૂપિયાની બેઝ પૉલિસી અને 90 લાખ રૂપિયાનો ટૉપ-અપ પ્લાન પસંદ કરો.
આ રીતે પ્લાન સસ્તો પડશે અને તમને વધારે કવર પણ આપશે. ઓછા પ્રીમિયમમાં વધુ કવરેજ ઇચ્છતા લોકો માટે ટૉપ-અપ પ્લાન ખાસ ફાયદાકારક છે.
તમે લાંબા ગાળાની પૉલિસી પસંદ કરશો તો પ્રીમિયમમાં સારી એવી બચત થઈ શકે છે. એટલે કે એક વર્ષના પ્રીમિયમના બદલે ત્રણ-ચાર વર્ષના પ્રીમિયમની વન ટાઇમ ચુકવણી કરવા પર વીમા કંપનીઓ તમને આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે.
આ ઉપરાંત નેટવર્ક હૉસ્પિટલ્સમાં સારવારનો વિકલ્પ પસંદ કરવાથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકાય છે. ઘણી વીમા કંપનીઓ સિબિલ સ્કોર સારો હોય તેમને પ્રીમિયમમાં છૂટછાટ આપે છે.
સાથે સાથે સમયસર પૉલિસીને રિન્યૂ કરાવો. તેમાં મોડું થાય તો પૅનલ્ટી લાગી શકે અને કવરેજ પણ લેપ્સ થઈ શકે છે.
સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ બીમારી અથવી મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં તમારી બચતનું રક્ષણ થાય છે.
બીજો ફાયદો છે કૅશલૅસ ટ્રીટમેન્ટ. તમારી પાસે હેલ્થ કવર હશે તો તમારે તમારા ખિસ્સામાંથી નાણાં કાઢવાં નહીં પડે, બધો ખર્ચ વીમા કંપની ઉઠાવશે.
મોટા ભાગની સ્ટાન્ડર્ડ પૉલિસીમાં હૉસ્પિટલમાં એક ફીચર હોય છે, જે હૉસ્પિટલ નેટવર્કનું હોય છે. તેમાં તમને કૅશલૅસ સારવાર મળી જાય છે.
બીજો એક ફાયદો ટૅક્સ બેનિફિટનો પણ છે. તમે ઓલ્ડ ટૅક્સ રેજિમમાં હોવ તો સેક્શન 80ડી હેઠળ તમને ટૅક્સમાં રાહત મળી શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મેડિકલ ખર્ચમાં વધારાની સાથે વીમાનું પ્રીમિયમ પણ વધતું જાય છે
હવે આપણે પૉલિસીમાં કઈ વાત પર ખાસ ધ્યાન આપવું તેની વાત કરીએ.
સૌથી પહેલાં તો જુઓ કે તમારી નજીકની હૉસ્પિટલોમાં કઈ પૉલિસીમાં કૅશલૅસ ટ્રીટમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.
બીજું કે, પૉલિસીમાં પ્રી અને પોસ્ટ હૉસ્પિટલાઇઝેશન ચાર્જિસ કવર થાય છે કે નહીં.
સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પૉલિસીમાં પ્રી હૉસ્પિટલાઈઝેશન 30થી 60 દિવસોનું હોય છે. જ્યારે પૉસ્ટ હૉસ્પિટલાઇઝેશનમાં 60થી 180 દિવસ સુધીના ખર્ચ કવર થાય છે.
કવરેજમાં કોઈ લિમિટ છે કે નહીં તે જુઓ. જેમ કે મેટરનિટી બેનિફિટમાં કોઈ પૉલિસીમાં 50 હજાર રૂપિયા સુધીની જ મર્યાદા હોઈ શકે છે, અને તમે જ્યાં સારવાર કરાવો ત્યાં વધારે ખર્ચ થઈ શકે છે. તેથી આ વાતને ધ્યાનમાં રાખો.
કેટલીક પૉલિસીઓમાં કો-પે ઑપ્શન પણ હોય છે. એટલે કે મેડિકલ બિલમાં તમારે પણ અમુક રકમ ચૂકવવી પડશે. કો-પે ક્લોઝને ધ્યાનથી ચેક કરો.
પૉલિસીમાં પહેલેથી હોય તેવી બીમારી અને વેઇટિંગ પિરિયડના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો કારણ કે દાવા રિજેક્ટ થતી વખતે આ બે શબ્દો સૌથી વધારે સાંભળવા મળે છે.
વીમા સેક્ટરનું નિયમનકાર IRDAI કહે છે કે પૉલિસી ખરીદવાથી 48 મહિના અગાઉ સીધી જે કોઈ બીમારીનો ઇલાજ થયો હોય તેને પહેલેથી હાજર બીમારી ગણવામાં આવશે. તેથી પૉલિસી ખરીદતી વખતે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરો. તેથી બીમારીને છુપાવો નહીં, પણ જાણ કરો.
સ્ટાન્ડર્ડ પૉલિસીમાં વેઇટિંગ પિરિયડ સામાન્ય રીતે બેથી ચાર વર્ષનો હોઈ શકે છે.
ઇમેજ કૅપ્શન, ગાઝામાં ભૂખમરાની સ્થિતિ આંતરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક બની રહી છેલેખની માહિતી
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એડ પ્રોગ્રામે ચેતવણી આપી છે કે ગાઝા પટ્ટીમાં દર ત્રણ વ્યક્તિમાંથી એકને ઘણા દિવસો સુધી ખાવાનું મળી નથી રહ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ગાઝામાં ‘ભૂખમરો’ છે. જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ વાતનો ઇનકાર કર્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયલ ગાઝામાં ભૂખમરાની સ્થિતિને નકારે છે, તો ત્યાં મદદ માટે અસ્થાયી સંઘર્ષવિરામની ઘોષણા કરી છે.
પણ સંયુક્ત રાષ્ટ્રના માનવીય મામલોના પ્રમુખ ટૉમ ફ્લેચરનું કહેવું છે કે ભૂખમરો રોકવા માટે ‘મોટી માત્રામાં’ ભોજનની જરૂર છે.
સંયુક્ત રાષ્ટ્ર એજન્સી (યુએનઆરડબલ્યુએ)નું કહેવું છે કે ગાઝા શહેરમાં દર પાંચ બાળકમાંથી એક કુપોષણનો શિકાર છે. આવા મામલાની સંખ્યા રોજ વધી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું કે હૉસ્પિટલોમાં એવા દર્દીઓ ભરતી થાય છે જે ભૂખને કારણે નબળા પડી ગયા છે. ઘણા લોકો રસ્તા પર ચાલતા પડી જાય છે.
સંયુક્ત રાષ્ટ્રે હજુ સુધી ગાઝામાં ઔપચારિકરૂપે દુકાળની ઘોષણા કરી નથી. પણ ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યૉરિટી ફેઝ ક્લાસિફિકેશને ચેતવણી આપી છે કે આ વિસ્તાર પર ગંભીર રીતે દુકાળનો ખતરો તોળાઈ રહ્યો છે.
દુકાળ એટલે શું છે અને ક્યારે જાહેર કરવામાં આવે છે?
ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યૉરિટી ફેઝ ક્લાસિફિકેશન (આઈપીસી) એક વૈશ્વિક માનક છે. જે આકલન કરે છે કે કોઈ વિસ્તારની વસતીને પર્યાપ્ત, સસ્તુ અને પૌષ્ટિક ભોજન મેળવવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે.
આ પાંચ તબક્કામાં સૌથી ગંભીર છેલ્લો તબક્કો છે. કોઈ જગ્યાને પાંચમાં તબક્કામાં ત્યારે રાખવામાં આવે છે જ્યારે:
20 ટકા ઘરોમાં ખોરાકની તીવ્ર અછત હોય
ઓછામાં ઓછા 30 ટકા બાળકો ગંભીર કુપોષણથી પીડિત હોય
દર 10,000 લોકોમાં રોજ ઓછામાં ઓછા 2 વયસ્કો કે 4 બાળકોના મૃત્યુનું કારણ ભૂખ, કુપોષણ કે બીમારીને કારણે થતું હોય
12 મેના રોજ જાહેર થયેલા આઈપીસીની રિપોર્ટ પ્રમાણે ગાઝાની વસતી ફેઝ-3ની ઉપરની શ્રેણીમાં છે.
એક અનુમાન પ્રમાણે મેથી સપ્ટેમ્બર 2025 વચ્ચે લગભગ 4.69 લાખ લોકોને ગંભીર ફૂડ ઇન્સિક્યૉરિટીનો સામનો કરવો પડશે.
જ્યારે સ્થિતિ આટલી ગંભીર થઈ જાય છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર ક્યારેક સંબંધિત દેશની સરકાર અને આંતરાષ્ટ્રીય રાહત સંગઠનો સાથે મળીને ઔપચારિકરૂપે દુકાળની ઘોષણા કરે છે.
ભૂખમરા દરમિયાન શરીરમાં શું થાય છે?
ભૂખમરો લાંબા સમય સુધી પૂરતો ખોરાક ન મળવાને કારણે સર્જાય છે. એનો મતલબ એમ છે કે શરીરને જરૂર પ્રમાણે કૅલરી મળી રહી નથી.
સામાન્ય રીતે શરીર ખોરાકમાંથી ગ્લુકોઝ બનાવે છે અને જ્યારે ખોરાક નથી મળતો ત્યારે શરીર લિવર અને માંસપેશીઓમાં જમા થયેલા ગ્લાઇકોઝનને તોડીને લોહીમાં ગ્લુકોઝ ભેળવી દે છે.
જ્યારે ગ્લાઇકોઝન ખતમ થઈ જાય છે ત્યારે શરીર પહેલા ચરબી અને પછી માંસપેશીઓને તોડીને ઊર્જા પેદા કરે છે.
ભૂખમરાથી ફેફસાં, પેટ અને પ્રજનન અંગ સંકોચાઈ જાય છે અને તેની અસર મગજ પર પણ થાય છે. આ કારણે હેલુસિનેશન (ભ્રમ), ડિપ્રેશન અને ચિંતામાં વધારો થાય છે.
કેટલાક લોકો ભૂખમરાથી મરી જાય છે, પણ ગંભીર કુપોષણથી પીડિત લોકો હંમેશાં શ્વસન કે પાચનતંત્રના ચેપથી મૃત્યુ પામે છે, કારણ કે ભૂખમરો રોગપ્રતિકારક ક્ષમતાને નબળી પાડે છે.
ભૂખમરાની અસર અલગ-અલગ લોકો પર જુદી થાય છે.
યુકેની ગ્લાસમો યુનિવર્સિટીના હ્યુમન ન્યૂટ્રિશિયનના સિનિયર રિસર્ચર પ્રોફેસર શાર્લોટ રાઇટ કહે છે, “તમે અચાનક ગંભીરરૂપે કુપોષિત નથી થતા. આ બાળકોને પહેલાં ઓરી, ન્યૂમોનિયા, ઝાડા જેવી બીમારી થઈ ચૂકી હોય છે.”
“જે બાળકો પહેલાં સ્વસ્થ હતાં, પણ ભૂખમરાનો શિકાર થયાં છે એમને ખોરાક મળે તો તેમનામાં હજુ પણ પાચન કરવાની ક્ષમતા હોય છે.”
કુપોષણ બાળકોને કેવી રીતે અસર કરે છે?
ઇમેજ સ્રોત, Majdi Fathi/NurPhoto/Getty Images
ઇમેજ કૅપ્શન, નોર્થ ગાઝામાં રાહત ટ્રકોમાંથી પેલેસ્ટિયન લોકો અનાજની ગુણો લાવી રહ્યા છે.
બાળપણમાં ખોરાકની અછત જિંદગીભર અસર છોડી શકે છે. જેમાં મગજ અને બાળકની લંબાઈ પર અસર થાય છે.
WHO મુજબ, નબળું પોષણ, વારંવાર ચેપ અને પૂરતી સંભાળના અભાવને કારણે બાળકોમાં વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ આવે છે.
ઘણી વાર આ બાળકો તેમની ઉંમર પ્રમાણે નાનાં દેખાય છે.
યુનાઇટેડ નૅશન્સ ફાઉન્ડેશન અનુસાર, જે લોકો કુપોષણથી પીડાય છે તેમનાં બાળકો કુપોષિત હોવાની શક્યતા વધુ હોય છે.
યુનિસેફનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખરાબ આહાર માતાને એનિમિયા, પ્રી-એક્લેમ્પસિયા, રક્તસ્રાવ અને મૃત્યુ તરફ દોરી શકે છે.
કુપોષિત માતાઓને તેમનાં બાળકોને આપવા માટે પૂરતું પૌષ્ટિક દૂધ પેદા કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
કુપોષિત બાળકોની સારવાર કરતા ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (MSF)ના ડૉ. નુરુદ્દીન અલીબાબા કહે છે કે તેની અસરો જીવનભર ટકી શકે છે.
ડૉ. નુરુદ્દીન અલીબાબા સમજાવે છે, “અટકી ગયેલી વૃદ્ધિ ઉલટાવી શકાય તેવી નથી, એટલે કે કુપોષણનો સમયગાળો પૂરો થયા પછી પણ બાળકની ઊંચાઈ ટૂંકી રહેશે, જે તેમને ખૂબ નુકસાન પહોંચાડશે. ઘણી વાર બાળકમાં શીખવાની ક્ષમતા જોવા મળતી નથી. બાળક શાળાઓ જાય પછી આનો ખ્યાલ આવે છે.”
“કુપોષણ રોગપ્રતિકારક શક્તિને પણ દબાવી દે છે, જેના કારણે બાળક ચેપ માટે વધુ સંવેદનશીલ બને છે. બીજી એક મહત્ત્વપૂર્ણ બાબત જે ઘણા લોકો સમજી શકતા નથી તે એ છે કે છોકરીઓમાં કુપોષણ અમુક સ્તરે વંધ્યત્વ તરફ દોરી શકે છે. અને જો તેઓ ગર્ભવતી થાય તો પણ તેમનાં બાળકો ઓછા વજનના હોવાની શક્યતા વધુ હોય છે.”
બીજો રોગ ઓસ્ટીયોપોરોસિસ થઈ શકે છે.
ડૉ. અલીબાબાએ કહ્યું, “વય વધવાની સાથે નબળાં હાડકાં એટલાં નાજુક થઈ જાય છે કે તેઓ શરીરના વજનને યોગ્ય રીતે સંભાળી શકતાં નથી અને નાની ઈજા પણ હાડકાંને તોડી શકે છે.”
ભૂખમરાની સારવાર કેવી રીતે કરવી?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ગાઝામાં લોકોને ગરમ ખોરાક વહેંચવામાં આવી રહ્યો છે
પ્રોફેસર રાઇટનું કહેવું છે કે, ”આ સંકટનો સામનો કરવા માટે બે બાબતોની જરૂર છે- ગાઝામાં ખોરાક પહોંચાડવો અને મોંઘા, પરંતુ જરૂરી પોષણવાળા વિશેષ ખાદ્યપદાર્થ પૂરા પાડવા. ખોરાક બાળકો અને એમની માતાઓ સુધી પહોંચાડવા જોઈએ.”
“નવજાત શિશુ માટે માતાનું દૂધ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ માતાને ખોરાક મળવો જોઈએ, જેથી તે બાળકને ખવડાવી શકે. ખોરાક ફક્ત પુરુષો સુધી પહોંચવાને બદલે ખરેખર સ્ત્રીઓ અને બાળકો સુધી પહોંચે એ પણ એક મોટો પડકાર છે.”
બીબીસી અરબીનાં હેલ્થ સંવાદદાતા સ્મિતા મુંડાસદ (જેઓ ડૉક્ટર તરીકે પણ પ્રશિક્ષિત છે) કહે છે કે, ”કુપોષણનાં ગંભીર પરિણામો આવી શકે છે, ખાસ કરીને બાળકો પર અને તેની સારવાર કરવી હંમેશાં સરળ હોતી નથી.
“ગંભીર કિસ્સાઓમાં જ્યારે કોઈ વ્યક્તિ ખોરાક ગળી શકતી નથી, ત્યારે હૉસ્પિટલ અથવા ક્લિનિકમાં ખાસ પોષક આહારની જરૂર પડી શકે છે અને ચેપ માટે વધારાની સારવારની જરૂર પડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં કોઈને ખોટો ખોરાક આપવો અથવા ખૂબ વહેલો ખોરાક આપવો ભયાવહ પરિણામ લાવી શકે છે.”
સ્મિતા મુંડાસદે કહ્યું, “તેથી, ફક્ત ખોરાક પૂરો પાડવો જ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ યોગ્ય ખોરાક પૂરો પાડવો અને સારી આરોગ્ય વ્યવસ્થા હોવી પણ મહત્ત્વની છે.”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી છે, જેના હેઠળ હવે કૅનેડા પરનો ટેરિફ 25 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે.
સાથે સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી ટ્રેડ ડીલ માટે નક્કી થયેલી સમયમર્યાદાથી થોડા કલાક અગાઉ જ વ્હાઇટ હાઉસે કેટલાય દેશો માટે ટેરિફના નવા દર જારી કર્યા છે, જે સાત દિવસમાં લાગુ થશે.
અગાઉ ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મૅક્સિકો પર ટેરિફ લગાવવાની સમયમર્યાદાને 90 દિવસ માટે આગળ ધપાવી હતી.
બુધવારે તેમણે જાહેરાત કરી હતી કે પહેલી ઑગસ્ટથી ભારતથી થતી તમામ આયાત પર 25 ટકા ટેરિફ લાગશે.
આ ઉપરાંત તેમણે રશિયા પાસેથી હથિયારો અને ઑઇલ ખરીદવા બદલ ભારત પર વધારાની ઇમ્પોર્ટ ડ્યૂટી નાખવાની વાત પણ કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ બીજી એપ્રિલે ભારત સહિત દુનિયાના 100 દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે કોઈ દેશ અમેરિકન સામાન પર વધારે ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવે તો અમેરિકા પણ તે દેશમાંથી આવતી ચીજો પર વધારે ટેરિફ લગાવશે. ટ્રમ્પે તેને “રેસિપ્રોકલ ટેરિફ” કહ્યું છે.
‘મોદીજી ટ્રમ્પ કહેશે એવું જ કરશે’, 25 ટકા ટેરિફ મામલે રાહુલ ગાંધીની ટિપ્પણી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી ત્યાર પછી રાહુલ ગાંધીએ સરકારની ટીકા કરી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે આ ડીલ થશે.
તેમણે કહ્યું કે “સરકારે ભારતની વિદેશનીતિ, આર્થિકનીતિ અને સંરક્ષણનીતિને બરબાદ કરી દીધી છે. પીએમ મોદી માત્ર એક વ્યક્તિ માટે કામ કરે છે, અદાણી. બાકીના તમામ નાના બિઝનેસને ઉડાવી દીધા છે.”
વિપક્ષના નેતાએ કહ્યું કે “તમે જોશો કે જ્યારે આ ડીલ થશે ત્યારે તે ટ્રમ્પ જ નક્કી કરશે અને ટ્રમ્પના કહેવા પ્રમાણે જ મોદી કરશે.”
અગાઉ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે ઑગસ્ટમાં ભારતથી અમેરિકા જતા તમામ સામાન પર 25 ટકા ટેરિફ લાગશે.
‘આતંકવાદ કદી ભગવો ન હતો, ન ક્યારેય રહેશે’, માલેગાંવ વિસ્ફોટ કેસમાં ફડનવીસનો પ્રતિભાવ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ
માલેગાંવ બૉમ્બવિસ્ફોટ મામલામાં કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂક્યા પછી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે આતંકવાદ ક્યારેય ભગવો ન હતો, ન ક્યારેય રહેશે!”
ગુરુવારે માલેગાંવ બૉમ્બવિસ્ફોટ મામલામાં સ્પેશિયલ એનઆઈએ અદાલતે તમામ સાત આરોપીઓને છોડી દીધા છે.
લગભગ 17 વર્ષ જૂના આ મામલામાં માલેગાંવમાં બૉમ્બવિસ્ફોટ થયા હતા જેમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 100થી વધુને ઈજા થઈ હતી.
ભાજપનાં નેતા સાધ્વી પ્રજ્ઞા અને લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત આ મામલે સૌથી વધારે ચર્ચાસ્પદ આરોપી હતાં. સાધ્વી પ્રજ્ઞા ભોપાલનાં સાંસદ પણ રહી ચૂક્યાં છે.
પાકિસ્તાને ચીનની મદદથી સેટેલાઇટ લૉન્ચ કર્યું
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને ચીનની મદદ લઈને એક સેટેલાઇટને અંતરીક્ષમાં લૉન્ચ કર્યું છે. ચીનના શિચાંગ સેટેલાઇટ લૉન્ચ સેન્ટર પરથી પાકિસ્તાને પોતાનું રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લૉન્ચ કર્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
નિવેદનમાં જણાવાયું છે કે “આ સેટેલાઇટ ઉચ્ચ ગુણવત્તાની તસવીરો મોકલશે જેનાથી પાકિસ્તાનને પોતાના શહેરોની યોજના બનાવવામાં, રસ્તા અને ઇમારતોના વિકાસમાં, કુદરતી આફતો સામે લડવા, ખેતી પર નજર રાખવા અને ક્લાઇમેટ ચેન્જને સમજવામાં મદદ મળશે.”
આ નિવેદન પ્રમાણે આ સેટેલાઇટને પાકિસ્તાની અંતરીક્ષ એજન્સી સુપાર્કોએ ચીનની કંપનીઓ સીઈટીસી અને માઇક્રોસેટ સાથે મળીને તૈયાર કર્યું છે.
તેમાં આગળ જણાવાયું છે કે આને હેતુ દેશના વિકાસને આગળ વધારવાનો અને લોકોના જીવનને બહેતર બનાવવાનો છે.
ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ 2002ના ગોધરાકાંડ પછીનાં તોફાનોના એક કેસનો ચુકાદો આપી કેસના આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે.
2002 બાદ આણંદ જિલ્લામાં અલગઅલગ સ્થળે તોફાનો ફાટી નીકળ્યાં હતાં, જેમાં કુલ 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેની સાથે-સાથે અનેક લોકોનાં ઘરો અને દુકાનોને બાળી દેવામાં આવ્યાં હતાં.
તારીખ પહેલી માર્ચ, 2002 ના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી જ એક ફરિયાદ થઈ હતી, જેમાં ગામડીવાડ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોની દુકાનોને આગ ચાંપી દીધી હતી. જોકે તે ઘટનામાં કોઈની જાન નહોતી ગઈ, પરંતુ મિલકતને નુકસાન થયું હતું.
જે તે સમયે તોફાનોમાં ગેરકાયદેસર મંડળી રચી, દુકાનો બાળી નાખી લોકોની મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે ફરિયાદ નોંધી હતી, અને નવ આરોપીઓની ધકપકડ કરી હતી. તેમાંથી ત્રણ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં જુલાઈ 28ના રોજ જસ્ટિસ ગીતા ગોપીએ પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે ટ્રાયલ દરમિયાન યોગ્ય રીતે CrPC કલમ 313 હેઠળ આરોપીઓને પૂછપરછ કરવામાં આવી નહોતી, સાક્ષીઓનાં નિવેદનોમાં વિસંગતિ હતી, અને ફરિયાદીઓએ જે રીતે ઓળખ કરી હતી તે અનુમાન આધારિત હતી, માટે તેમને દોષમુક્ત કરી દેવામાં આવ્યા હતા.
આણંદ ટ્રાયલ કોર્ટે આપી હતી સજા
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ગોધરાકાંડ સમયની તસ્વીર.
આણંદની ટ્રાયલ કોર્ટે તેમને IPCની વિવિધ કલમો જેમ કે IPC કલમ 147 (તોફાનો), 148 (હથિયાર સાથે તોફાનો), 436 (મિલકત પર આગ લગાડવી), 149 (અનૈતિક સમૂહના સભ્ય તરીકે ગુનાહિત કર્યામાં ભાગ લેવો) વગેરે કલમો હેઠળ સજા ફટકારી હતી.
ત્રણે આરોપીઓને મુખ્યત્વે IPC કલમ 436 હેઠળ 10 વર્ષની કઠોર કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય કલમો હેઠળ એકથી ત્રણ વર્ષની સજાઓ સંયુક્તરૂપે ફટકારવામાં આવી હતી, તેની સાથે દંડની રકમ પણ ફરમાવવામાં આવી હતી, જેને હવે હાઇકોર્ટે પરત આપવાનો આદેશ આપ્યો છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ આરોપીઓના વકીલ વિજય પટેલ સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, “કેસના બે મુખ્ય સાક્ષીઓ વચ્ચે સ્પષ્ટ વિસંગતિ જોવા મળી હતી. બે સાક્ષીઓ એકજ સ્થળેથી હુલ્લડો જોઈ રહ્યાં હતાં. તેમ છતાં, એક સાક્ષીએ આરોપીની ઓળખ કરી, જ્યારે બીજાએ—જે પહેલા સાક્ષીનો જ સંબંધી છે—કહ્યું કે તેઓ એટલા દૂર હતા કે ટોળામાં હજાર લોકોને ઓળખવા મુશ્કેલ હતા.”
તેમણે વધુમાં જણાવે છે કે, આ કેસમાં IPC કલમ 149 હેઠળ આરોપ કેવી રીતે સિદ્ધ થયા તે મામલે પણ પ્રશ્નો ઊભા થાય છે.
તેઓ કહે છે કે, “જ્યારે ટ્રાયલ કોર્ટએ આઠમાંથી ત્રણને નિર્દોષ જાહેર કર્યા હતા, ત્યારે બાકીના આરોપીઓને એકસાથે અનૈતિક જૂથના સભ્ય ગણવા કેવી રીતે યોગ્ય કહેવાય?”
હાઇકોર્ટે કહ્યું હતું કે, “સાક્ષીઓનાં નિવેદનોમાં વિસંગતતા અને તપાસ દરમિયાનની ખામીઓના કારણે આરોપીઓ વિરૂદ્ધ કેસ સાબિત થતો નથી. કોર્ટે નોંધ્યું છે કે આરોપીઓની ઓળખ પણ વિશ્વસનીય રીતે થઈ શકી ન હતી.”
શું હતી ઘટના?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ગોધરાકાંડ સમયની એક તસ્વીર
માર્ચ 1, 2002ના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તમામ નવ આરોપીઓ તેમજ ટોળામાં હાજર બીજા લોકો ગોધરા ટ્રેનની ઘટના બાદ આણંદ ટાઉન વિસ્તારમાં આસપાસના લોકોની મિલકતોને નુકસાન કરવાના ઇરાદાથી ભેગા થયા હતા.
આશરે બપોરે બે વાગ્યાથી માંડી રાત્રે 11 વાગ્યા સુધી તેઓ સાથે હતા, અને તેમની પાસે હથિયારો પણ હતાં. આ લોકોએ ભેગા મળી ફરિયાદીઓની દુકાનોને બાળી દીધી હતી, તેમાં રહેલા માલ-સામાનની ચોરી કરીને તેમને નુકસાન પહોંચાડ્યું હતું.
આ કેસમાં તેમની વિરુદ્ધ વર્ષ 2003માં ચાર્જશીટ કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2006માં તેમની વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા હતા.
જોકે આ વિશે બીબીસી ગુજરાતીએ આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
શું છે ગોધરાકાંડની પૃષ્ટભૂમિ?
વર્ષ 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી ઍક્સપ્રેસના કોચ S-6 પર હુમલા બાદ 59 કારસેવકોનાં મૃત્યુ થયાં અને ત્યાર બાદ રાજ્યભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.
આ ઘટનાની અસર હેઠળ નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી, અન્ય વિસ્તારોમાં સામૂહિક હત્યા, દુષ્કર્મ અને મિલકતના વિનાશના અનેક કેસો નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી નીમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અમુક કેસોની તપાસ કરી હતી. જોકે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના આ કેસની તપાસ એસઆઈટીએ નહોતી કરી.
નરોડા પાટિયા કેસમાં ભાજપના તે સમયનાં મંત્રી માયા કોડનાણીને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી હતી.
તેમને 2012માં દોષી ઠેરવાયા બાદ 2018માં હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. તે સમયે તેઓ રાજ્યની ભાજપ સરકારના મુખ્ય નેતાઓમાં ગણાતા હતા, પરંતુ આ તોફાનોમાં તેમની ભૂમિકા ચર્ચાસ્પદ રહી છે.
ઇમેજ કૅપ્શન, ભારત અને અમેરિકા માટે ટ્રેડ ડીલની વાતચીત ચાલુ હતી ત્યારે અમેરિકાએ ભારે ટેરિફની જાહેરાત કરી છેલેખની માહિતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે.
આ સાથે જ તેમણે રશિયા સાથે વેપારને લઈને ભારત પર પેનલ્ટી લગાવવાની વાત કરી છે. આ કેવી અને કેવા પ્રકારની પેનલ્ટી હશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે ભારત સહિત દુનિયાના 100 દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે કોઈ દેશ અમેરિકાની ચીજવસ્તુઓ પર વધારે ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવશે, તો અમેરિકા પણ તે દેશથી આયાત થતા માલ પર ઊંચો ટેરિફ લગાવશે.
ટ્રમ્પે આને ‘રેસિપ્રોકલ ટેરિફ’ કહ્યો છે. એપ્રિલમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. તે વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી શકે છે.
અગાઉ ટેરિફ માટે 9 જુલાઈની ડેડલાઇન નક્કી કરી હતી, ત્યાર પછી તેને પહેલી ઑગસ્ટ સુધી લંબાવવામાં આવી. આ ડેડલાઇન પૂરી થાય તેનાથી બે દિવસ અગાઉ જ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી છે.
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતી માટે વાતચીત ચાલુ હતી, પરંતુ કેટલીક બાબતોને લઈને મતભેદ હતા.
રિપોર્ટ મુજબ ભારત જિનેટિકલી મૉડિફાઇડ પાક (જેમ કે સોયાબીન અને મકાઈ)ની આયાતનો વિરોધ કરતો હતો. સ્થાનિક ડેરી બજારને વિદેશી કંપનીઓ માટે ખોલવા પણ ભારત તૈયાર નથી.
અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારતના જેમ અને જ્વેલરી સેક્ટરને યુએસ ટેરિફથી ફટકો પડી શકે છે
વર્ષ 2024માં ભારત અને અમેરિકા વચ્ચે 129 અબજ ડોલરનો વેપાર થયો હતો, જેમાં ભારતનો લગભગ 46 અબજ ડોલરનો વેપાર સરપ્લસ હતો.
ભારત અમેરિકન ઉત્પાદનો પર સૌથી વધારે ટેરિફ લગાવનારા દેશોમાં ગણાય છે. ભારત દ્વારા આયાત પર સરેરાશ 17 ટકા ટેરિફ લાગે છે, જ્યારે એપ્રિલ અગાઉ અમેરિકા 3.3 ટકા ટેરિફ લગાવતું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભારતમાં વર્ષ 1990-91 સુધી સરેરાશ ટેરિફનો દર 125 ટકા સુધી હતો. ઉદારીકરણ પછી આ દર ઘટવા લાગ્યો. વર્ષ 2024માં ભારતનો સરેરાશ ટેરિફ દર 11.66 ટકા હતો.
ધ હિંદુના અહેવાલ પ્રમાણે ભારતે 150 ટકા, 125 ટકા અને 100 ટકાના દર ખતમ કરી દીધા છે.
ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યાર બાદ ભારત સરકારે ટેરિફ રેટમાં ફેરફાર કર્યા. ભારતમાં લક્ઝરી કાર પર 125 ટકા ટેરિફ હતો, હવે તેને ઘટાડીને 70 ટકા કરવામાં આવ્યો છે.
તેથી વર્ષ 2025માં ભારતનો સરેરાશ ટેરિફ રેટ ઘટીને 10.65 ટકા થઈ ગયો છે.
સામાન્ય રીતે દરેક દેશ ટેરિફ લગાવે છે, પરંતુ બીજા દેશોની તુલનામાં ભારતમાં ટેરિફના દર ઊંચા છે. તેના કારણે ટ્રમ્પ વારંવાર ભારતને દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાં ગણાવે છે.
ટ્રમ્પ ઇચ્છે છે કે જે દેશો સાથે અમેરિકાનો વ્યાપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) છે તેને દૂર કરવામાં આવે.
ભારતમાં કયા ક્ષેત્રોને અસર પડશે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ટેરિફના લીધે અમેરિકામાં ભારતની ટેક્સ્ટાઇલ નિકાસ પર અસર પડવાની શક્યતા છે (પ્રતીકાત્મક તસવીર)
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે ભારત પર 25 ટકા ટેરિફ લગાવાશે. પરંતુ કયા કયા સેક્ટર પર કેટલો ટેરિફ લાગશે તે જણાવ્યું નથી.
જોકે, એપ્રિલ મહિનામાં ટેરિફની જાહેરાત કરવામાં આવી ત્યારે કયા સેક્ટરને અસર થશે તે સ્પષ્ટ હતું.
અમેરિકામાં નિકાસ થતા ઉત્પાદનો ખાસ કરીને ભારતના 30 સેક્ટરમાંથી આવે છે. તેમાં છ કૃષિક્ષેત્રના છે અને 24 ઈન્ડસ્ટ્રીયલ છે.
તે સમયે મહત્ત્વની વાત એ હતી કે ભારતમાંથી સૌથી વધુ નિકાસ કરતા ફાર્મા સેક્ટરને તેમાંથી બાકાત રખાયું હતું. ભારતમાંથી લગભગ 13 અબજ ડોલરની ફાર્મા પ્રોડક્ટની નિકાસ થાય છે.
આ વખતે પણ ફાર્માને બાકાત રખાયું છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
આ ઉપરાંત જ્વેલરી, ટેક્સ્ટાઇલ્સ, ટેલિકૉમ અને ઇલેક્ટ્રોનિક સામાન, ઑટોમોબાઇલ્સ, કેમિકલ્સ સાથે સંકળાયેલા સેક્ટરને સૌથી વધુ અસર થવાની છે.
નિકોર એસોસિયેટ્સનાં ઇકોનૉમિસ્ટ મિતાલી નિકોર કહે છે કે આને માત્ર 25 ટકા ટેરિફ ગણવો ન જોઈએ, કારણ કે તેમાં 10 ટકા પેનલ્ટી પણ છે. એટલે કે ટેરિફનો દર 35 ટકા થઈ જશે.
તેઓ કહે છે કે, “આપણે રશિયા પાસેથી ઑઇલ ખરીદતા રહીશું ત્યાં સુધી 25 ટકા બેઝ રેટ અને 10 ટેરિફ લાગતો રહેશે. કુલ 35 ટકા ટેરિફ થાય છે.”
ભારતમાંથી અમેરિકામાં 11.88 અબજ ડૉલરના સોના, ચાંદી અને ડાયમંડની નિકાસ થાય છે. આ ક્ષેત્રમાં નિકાસ ઘટે તો નાના કારીગરો અને ઉદ્યોગો પર અસર પડશે.
મિતાલી નિકોર કહે છે, જેમ ઍન્ડ જ્વેલરી સેક્ટર પર સૌથી વધારે અસર પડશે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાંથી સૌથી વધુ નિકાસ થાય છે.
ભારતમાંથી અમેરિકામાં 4.93 અબજ ડૉલરના કપડાંની નિકાસ થાય છે, તેથી આ સેક્ટરને પણ અસર પડશે.
મિતાલી કહે છે કે ટેક્સ્ટાઈલ ઉદ્યોગ પર કેટલી અસર થશે તે ભારતના પડોશી દેશો પર લાગનારા ટેરિફ પરથી નક્કી થશે. બાંગ્લાદેશથી મોટા પ્રમાણમાં ટેક્સ્ટાઇલની નિકાસ થાય છે. વિયેતનામે પણ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે.
તેઓ કહે છે, “આવી જ સ્થિતિ રહેશે તો ભારત અને બાંગ્લાદેશથી અમેરિકા સાથે થતો વ્યાપાર હવે વિયેતનામ તરફ જશે. આ સેક્ટરમાં મહિલાઓ પણ સામેલ છે જેમના પર મોટી અસર પડવાની છે.”
ભારત અમેરિકાને 14.39 અબજ ડૉલરના મોબાઇલ, ટેલિકૉમ અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ વેચે છે. તેને પણ અસર થવાની છે.
મિતાલી જણાવે છે કે એપલ જેવી કંપનીઓ ભારતમાં આવીને પોતાનું કામ કરતી હતી. પરંતુ આ ટેરિફ પછી તેઓ ભારત શા માટે આવશે? સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર પણ અસર પડશે.
ઇમેજ કૅપ્શન, ભારતીય કૃષિ અને ડેરી સેક્ટર ખોલવાની અમેરિકાની માંગણી સાથે ભારત સહમત થાય તેમ નથી
સિટી રિસર્ચના અંદાજ પ્રમાણે અમેરિકાના ટેરિફના કારણે ભારતને વર્ષે 700 કરોડ ડૉલરનું નુકસાન જશે.
મિતાલી કહે છે કે “સાત અબજ ડૉલરના નુકસાનનો આંકડો આપણી સામે છે. પરંતુ હાલમાં તેની અસર આપણા વેપારીઓના નફા પર પડશે.”
“તેની પરોક્ષ અસર આપણા અર્થતંત્ર પર પડશે. અર્થતંત્રનો સીધો નિયમ છે કે નિકાસ જ્યારે ઘટી જાય ત્યારે વપરાશ ઘટે છે, નોકરીઓ જાય છે. તેથી જેઓ નવા નવા ગરીબીમાંથી બહાર આવ્યા હોય એવા લોકો ફરી ગરીબીમાં જઈ શકે છે.”
ટેરિફ વધવાની સીધી અસર ઉત્પાદન પર પડશે અને ઉત્પાદન ઘટવાથી રોજગારી પણ ઘટશે. તેના કારણે સમગ્ર આર્થિક ચક્રને અસર થશે.
જ્યારે આંતરરાષ્ટ્રીય બાબતોનાં જાણકાર મંજરી સિંહ કહે છે કે ભારત તરફથી હજુ ટ્રેડ ડીલ પર વાતચીત ચાલુ છે. તેથી પહેલેથી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ન જોઈએ.
તેઓ કહે છે કે અમેરકા સાથે ભારતનો ટ્રેડ સરપ્લસમાં છે. આપણે જેટલી નિકાસ કરીએ છીએ તેના કરતા ઓછી આયાત કરીએ છીએ.
“25 ટકા ટેરિફ લાગે તો પણ 45 અબજ ડૉલરના સરપ્લસમાં ઘટાડો થશે. જોકે, ઑટોમોબાઇલ અને ફાર્મા સેક્ટર પર મોટી અસર પડી શકે છે.”
ભારતે પોતાનાં કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે દરવાજા ન ખોલ્યા તેના કારણે બંને દેશોની વચ્ચે ટ્રેડ ડીલ નથી થઈ શકી એવું માનવામાં આવે છે.
ભારતમાં અમેરિકન કૃષિ ઉત્પાદનો પર સરેરાશ 37.7 ટકા ટેરિફ લગાવવામાં આવે છે. જ્યારે અમેરિકામાં કૃષિ ઉત્પાદનો પર આ દર 5.3 ટકા છે. ટ્રમ્પની તાજેતરની જાહેરાત પછી ભારતથી યુએસ જતાં ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ થઈ ગયો છે.
મંજરી સિંહ કહે છે કે કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે દરવાજા ખોલવામાં ભારતને નુકસાન જઈ શકે છે. તેથી આ મામલે સહમતિ નથી થઈ શકી.
તેમનું કહેવું છે કે, “ભારતના અર્થતંત્રમાં કૃષિની મહત્ત્વની ભૂમિકા છે. અમેરિકાનાં કૃષિ અને ડેરી ઉત્પાદનો ભારત આવે તો ભારતમાં નાના ખેડૂતોને અસર થઈ શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત પછી ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ના કલ્યાણ અને હિતને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે.”
ભારત પાસે કયા રસ્તા છે?
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ભારત રશિયા પાસેથી ઑઇલ ખરીદી રહ્યું છે તેના કારણે ટ્રમ્પે ભારત પર ટેરિફ ઉપરાંત પેનલ્ટી પણ લગાવી છે
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા છેલ્લા એક મહિનાથી નિષ્પક્ષ, સંતુલિત અને પરસ્પર લાભદાયક દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી પર કામ કરે છે. બંને દેશો આ લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે.
અમેરિકાના ટેરિફ વિરુદ્ધ ભારતની પાસે હાલમાં સૌથી મોટો વિકલ્પ અસરકારક ટ્રેડ ડીલનો છે.
આ ડીલ નહીં થઈ શકે તો ભારતે અમેરિકા સિવાય બીજા નિકાસ બજારો શોધવા પડશે, અથવા અમેરિકા જતા સામાનનો રૂટ બદલવો પડશે.
મિતાલી કહે છે કે, “અમેરિકા આપણને છોડી દે તો આપણી પાસે બીજા રસ્તા શોધવાની તક છે. તાજેતરમાં આપણે બ્રિટન સાથે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. આ તકને ગંભીરતાથી લેવી જોઈએ, અમેરિકા સાથે થનારા નુકસાનને સરભર કરવા ભારતે કદાચ રશિયા અને ચીન સાથે વ્યાપાર વધારવો પડે. રશિયા સાથે અમારા સંબંધો સારા છે, પરંતુ ચીન સાથે ફરી સંબંધ બનાવવા પડશે.”
જ્યારે મંજરી સિંહનું કહેવું છે કે ભારત પાસે ટેરિફ વધારવાના વિકલ્પ હાજર છે. પરંતુ ભારત ટેરિફ વધારશે તો અમેરિકા પણ તેવી પ્રતિક્રિયા આપશે. તેઓ કહે છે કે પોતાના બજારને ડાઇવર્ટ કરવું ભારત માટે સારી રણનીતિ રહેશે.
તેઓ કહે છે, “ચીન પર 100 ટકાથી વધુ ટેરિફ છે. પરંતુ તેણે પોતાનાં ઉત્પાદનોની દિશા યુરોપ તરફ વાળી દીધી. યુરોપના બજારમાં ચીન પહેલેથી હાજર છે, તેથી ભારતે ત્યાં પણ સ્પર્ધાનો સામનો કરવો પડશે.”
“ભારતે પોતાનાં ઉત્પાદનોને મિડલ ઈસ્ટ અને આફ્રિકાના બજારો તરફ વાળવા પડશે. જોકે, ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીને જોતા શક્ય છે કે આ ટેરિફને આગળ જતા ઘટાડવામાં આવે.”
મિતાલીનું માનવું છે કે, “ભારતે ટેરિફ વધારવા ન જોઈએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બૅક ચેનલ મારફત વાતચીત કરવી જોઈએ. અમેરિકામાં એવી ધારણા ઝડપથી ફેલાઈ રહી છે કે ચીન અને ભારત ઝડપથી પ્રગતિ કરે છે અને તેને રોકવા જરૂરી છે. તેનો પણ કૂટનીતિક સ્તરે જવાબ આપવો પડશે.”